આખરી રાત
Share:FacebookX

આખરી રાત

તે એક અંતિમ રાત હતી
સવારનો સૂરજ કેવો ઉગવાનો હતો
ન જાણે રામ કે ન જાણે રાવણ
બધાનાં મનની એક જ હતી ગતિ
એ અંતની ઘડી કેવી વીતવાની હતી
સખા કે બંધુ કોઈ ન હતું પાસ
નહોતી રાવણ પાસે કોઈ આસ
જે થવાં જઈ રહ્યું છે તેનું પરિણામ શું છે
કાલે કોનાં કર્મોની ગતિ કોનું સિંદૂર ભૂસે
મંદોદરી રાવણને એટલું પૂછે
ભલું ધર્મ અને પાપ ક્યાં સુધી લડશે
કાલે એકને તો ઝૂંકવું જ પડશે
તો શાને કરો છો રાવણ આ મહામારી
જો જો એવું ન થાય કે
જીવનની આ ક્ષણ પડી જાય ભારી
સીતા અશોકવાટિકામાં  રડે આ વિચારી
હે, રામ હવે આ અંતિમ રાત છે ઘણી ખારી
ઝૂરી ઝૂરીને થાકી છે આ સીતા તમારી
રામ કહે આવી જ વ્યથા પણ છે મારી
આખરે ઘણુંક એવું થાય મને
આ માનવ અવતારમાં સંઘર્ષ છે ઘણો
બસ આખરી ક્ષણ તપી લો
કાલે હું તમને લઈશ ઉગારી..

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.