નિર્ભય… અરે… નિર્ભય બેટા પહેલા નાસ્તો કરી લે પછી રમજે આમ કહેતી નિરવા તેનાં છ વર્ષ નાં નિર્ભય પાછળ દોડતી દોડતી આખરે થાકી ને ત્યાંજ સોફા પર બેસી ગઈ ને આંખો બંધ કરતાં જ જુની સરવાણીઓ નજરો સામે દેખાવા લાગી.
*******************************************
નીરુ…..નીરુ …..અરે ક્યાં ખોવાઈ ગઈ…. પ્લીઝ જરા આ ટોપીક સમજાવ ને બાજુમાં બેઠેલા અભયે કહ્યું
અભય ખુબ દેખાવડો અને ભણવામાં પણ હોશિયાર કોલેજના પહેલાં જ વર્ષ થી અભય નું નીરવા પ્રત્યે આકર્ષણ વધ્યું હતું પરંતુ આ વાતથી અજાણ નિરવા ભણવામાં ખુબજ હોશીયાર સાથે બ્યુટીફુલ અને ટેલન્ટેડ એને કોઈ લવસ્ટોરી માં જરા પણ રસ નહોતો બસ દિવસ રાત માત્ર અભ્યાસ, બુક, પ્રોજેક્ટ, પ્રેકટીકલ, ને પરીક્ષા બસ પણ અભય હમેશાં નિરવા ની પાસે રહેવાનું બહાનું શોધ્યાં કરતો કયારેક બુક નથી લાવ્યો તો શેર કરવાનું બહાને તો કયારેક ટોપીક સમજવાનનું બહાનું આમ કરતાં કરતાં વધુ એક વર્ષ નીકળી ગયું હતું હવે આખરી વર્ષ હતું પછીથી ખબર નહીં કે અભય ને નિરવા સામે તેનો પ્રેમ જાહેર કરવાનો મોકો મળે કે નહીં આખરે અભયે નિર્ણય કર્યો કે આ વેલેન્ટાઈન ડે પર એ નિરવા ને એનાં મન ની વાત જણાવી દેશે પણ મનમાં કદાચ દોસ્તી પણ ગુમાવવી પડે એવો ડર પણ હતો પણ એ આખરી મોકો ગુમાવવા નહોતો માંગતો ને છેવટે એ દિવસ પણ આવી ગયો જ્યારે અભયે તેનાં મનની વાત નિરવા સામે મુકી દીધી હવે આખરી નિર્ણય નિરવા ને કરવાનો હતો નિરવા ખૂબજ નાના પરીવારની હતી એણે પ્રેમ સ્વીકાર માટે એક શરત રાખી એણે કહ્યું જો મારા પિતા લવમેરેજ માટે તૈયાર નથી તું એમને માનવીને મારી ડોલી લઈ જઈ શકે છે અભયને
નિરવાની વાત ગમી તે સફળ બિઝનેસમેન નું એકમાત્ર સંતાન હોવા છતાં પણ ખુબજ સ્વાભિમાની આખરે તેણે નિરવા નાં માતા પિતા ને પણ મનાવી લીધાં અને બન્ને એકબીજા સાથે સગાઈ કરી લીધી હતી હજું આખરી તબક્કાની પરીક્ષા બાકી હતી હવે અભયને નિરવાની બાજુમાં બેસવા માટે કોઈ બહાનાની જરુર નહોતી ધીરે ધીરે અભય અને નિરવા એકબીજાની નજીક આવી રહ્યાં હતાં અભ્યાસ પુર્ણ કરીને બન્ને એકબીજા સાથે લગ્નગ્રંથી માં જોડાય ગયાં અભયે પોતાનાં ફેમીલી બિઝનેસમાં આગળ ઝંપલાવ્યું અને નિરવા સાસુમમ્મી સાથે ઘર સંભાળવા લાગી ગઈ એક દિવસ અભય ને બિઝનેસના કામથી એક દિવસ માટે શહેરની બહાર જવાનું થયું અને એ જ સવારે નિરવાને એની તબિયત ખરાબ લાગી રહી હતી છતાં તે રોજની જેમ કામ માં લાગી ગઈ અને અભય ને ગાઢ આલિંગન આપીને થોડાક વ્યથીત મને વિદાય આપી અને ફરી પોતાના કામમાં લાગી ગઈ પણ અચાનક જ તે બેભાન થઈ ગઈ અને રસોડામાં જ ઢળી પડી અવાજ સાંભળતા જ તેનાં સાસુ દોડી આવ્યાં
હવે નિરવા હોશ માં હતી પણ એ તો ખુદને બેડ પર જોઇને નવાઈ પામી સામે સાસુ, ડૉક્ટર, અને સસરા બધાજ ઉભા હતાં અને સાસુમા એ થોડાં મંદ હાસ્ય સાથે નિરવાનો હાથ પકડી ઉભી કરી અને ડોક્ટરે થોડી દવાઓ લખી ને રજા લીધી પાછળ એનાં સસરા પણ નીકળી ગયાં
અને સાસુ મા એ નિરવા ને ખુશખબર આપી એતો જાણે ખુશી થી છલકાઈ ગઈ બધાને મન ખુશી ઉભરાઈ ગઈ હતી ane નકકી કર્યુ કે સાંજે નાની પાર્ટી સાથે અભય ને ખુશખબર આપશે બસ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ અને નિરવા પણ બહુજ ખુશ હતી. સાંજના આઠ વાગ્યા હતાં ત્યાં જ સાદ સંભળાયો નિરવા બેટા જલ્દી કર અભય આવતો જ હશે અને ત્યાં જ તેના સસરા ના ફોન પર રીંગ વાગી અને એ વાત કરતાં કરતાં બહાર નીકળી ગયા લગભગ તમામ મહેમાન આવી ગયાં હતાં અને પછી આ શું દરવાજા પર પોલીસ બધાં થોડા ગભરાયા અને પાછળ એમ્બ્યુલન્સ જેમાંથી બે કર્મચારીઓ એક માણસની લાશ સાથે બહાર આવ્યાં બધા આભા બની જોઈ રહ્યાં હતાં
અચાનક નિરવા એકદમ સરસ તૈયાર થઈ ને નીચે આવી પણ આ શું? સામે કોઇની લાશ જોઈ ને પથ્થર બની ગઈ ત્યાં જ ઇન્સ્પેક્ટર સાહેબે આવીને કહ્યું આ લાશ હાઇવે પરથી મળી છે આ પર્સ દ્વારા ઓળખાણ થઈ ને અહીં સરનામું જોઇને અહીં સુધી પહોંચ્યાલાશ હજું સફેદ વસ્ત્ર થી ઢાંકેલી હતી પર્સ જોઇને નિરવાને ઝટકો લાગ્યો આતો એ જ વોલેટ હતું જે તેણે અભયને બર્થડે પર ગિફ્ટ આપ્યું હતું એ તો જાણે આવા અણધાર્યા ડર થી અડધી મરી ગઈ હજું સુધી તો આ બધું ચાલતું હતું ત્યાં પાછળ ટેક્સી આવી તેમાંથી એક વ્યક્તિ બહાર આવી અંધારામાં કંઈ દેખાતું ન હતું પણ જેમ જેમ એ વ્યક્તિ નજીક આવી તેમ બધાં ના શ્વાસ વધવા લાગ્યાં અરે!! બધાજ અવાક બની ગયા સામે અભય ઉભો હતો
નિરવા તો પાગલોની જેમ દોડતી અભયને ગળે વળગી ગઈ ફરી થી ખુશી છવાઈ જવા પામી અને પછી અભય દ્વારા લાશની ઓળખ થઈ એ એક ચોર હતો જેણે હાઈવે પર ટી સ્ટોલ પર થી અભયના પર્સ ની ચોરી કરી હતી.
આખરે નિરવાને અવાજ સાંભળવા લાગ્યો મમ્મા…મમ્મા…..ને તેની તંદ્રા તુટી સામે નિર્ભય ઉભો હતો .
અભય અને નિરવાનો દિકરો
બસ એ દિવસ તો જતો રહ્યો હતો પણ એ અનોખો ડર હજું ક્યારેક સતાવી જતો…
halfdream….. sapna