ભગવાને જીવન આપીને મહેરબાની કરી
તો પણ માણસ દોલત માંગતો રહ્યો
થોડી દોલત મળીતો ગઢપણે ઉંમર માંગતો રહ્યો
પૈસા,લાગણીઓ,માન,સમ્માન,માત્ર એક કફન છે
છતાંય મંદિરે હાથ ફેલાવતો જ રહ્યો
પથ્થર સમ બનાવવાં ઘણી કોશિશ કરી
પણ ફૂલ બનીને કચડાતો રહ્યો
દરિયો પણ કેવો વિફર્યો
જીવતા માણસને તરવા ન દીધો
ને મર્યો ત્યારે ડૂબવા ન દીધો
કુદરતી બક્ષીસને તું વેડફતો જ રહ્યો
halfdream….. sapna