આગળ નો ભાગ અંધારી ગલી 7 માં આપણે જોયું કે સવારે જાગી ને રીલ ને પિયા કે જીયા કોઈ દેખાતું નથી આ બાજુએ કબીર પણ કેવિન ને શોધે છે બધાં reception પર ભેગા થાય છે પણ જીયા ,પિયા , કે કેવિન એકેય મળતાં નથી બધાં ડરી જાય છે ત્યાંજ કોઈ રડવાનો અને ગર્જના કરતો અવાજ સંભળાય છે
હવે આગળ,
જીયા ,પિયા , અને કેવિન જ્યાં સુતા હતાં ત્યાં અચાનક ધુમાડો ફેલાવા લાગે છે ત્રણેય ગૂંગળામણ અનુભવતા જાગી જાય છે
પિયા : કેવિન, જીયા જાગો જુઓ આ ધુમાડો ક્યાંથી આવ્યો મને ચક્કર આવે છે
પણ કોઈ જાગૃત થતું નથી અને અચાનક કોઈ હાથ પગ બાંધી રહ્યું હોય તેમ લાગે છે પણ પિયા ને જાણે કોઈ નશો ચડી ગયો હોય તેવું લાગે છે અને તે પોતાના હાથ પગ હલાવી શક્તી નથી પોતાને કોઈ ઘસડી રહ્યું હોય તેમ લાગે છે..
*******************************************
આ બાજુએ રીલ, કબીર, અભી અને પ્રથમ ખુબજ પરેશાન હોય છે..
કબીર : guys…. મને કોઈ સમજ પડતી નથી શું કરવું…
અભી : relax… કબીર એ લોકો મળી જશે
રીલ : આપણે બધે ચેક કર્યું પણ આ લોકો ક્યાંય નથી.. પણ આપણે પેલી અંધારી ગલી તરફ જોયું જ નથી
પ્રથમ : પણ પેલો અવાજ….. મને બહુ ડર લાગે છે નકકી આ પેલા મેનેજર અને જમુના નું જ કામ છે આમ બે દિવસ થી એકલા છીએ હોટેલ પર હજુ સુધી કોઈ પણ વ્યક્તિ અહીં આવ્યું જ નથી ….કંઈક તો ગડબડ છે
અભી : પિયા ગઈ રાત્રે સાચું જ કહેતી હતી પરંતુ હું જ બેવકૂફ છું મે જ એની વાત ના માની .
ત્યાંજ જમુના આવી જાય છે..
જમુના : અરે કઈ વાત સાહેબ ??માફ કરજો આજે આવતાં થોડું મોડું થઈ ગયું
કબીર : થોડું મોડું!! આ બપોર થઈ અને મારા મિત્રો અને ભાઈ પણ ગાયબ છે.. બોલ ક્યાં છુપાવ્યા છે તે બૉલ??
અભી : relax …કબીર શાંત થા… આપણે પોલિસ સ્ટેશન માં આ મેનેજર અને જમુના ની ફરિયાદ કરીશું …
જમુના : ના સાહેબ ના તમારા મિત્રો ગાયબ થવાનું અમને ખબર પણ નથી પોલીસ સ્ટેશનમાં જાણ ના કરતાં અમારી હોટેલ ની બદનામી થશે.. અમારો આમા કોઈ હાથ નથી…
રીલ : જૂઠી છે તું….તો પછી અહીંયા કેમ કોઈ નથી આવ્યું
ત્યાંજ મેનેજર આવી જાય છે
chintu : ના …ના …. સાહેબ એવું કંઈ નથી એતો અમારી હોટેલ જરા બધી જગ્યાએ થી દુર છે બસ એટલે …બીજું કંઈ નથી તમારા મિત્રો ને અમે શોધી લઈશું તમે ચિંતા ના કરો….
અભી : હવે તો આગળ જે કરશે તે પોલીસ કરશે ચાલ પ્રથમ આપણે પોલીસને ફરિયાદ કરીએ
કબીર તું અને રીલ અહીં જ રહો ત્રણેય મળે તો અમને જાણ કરજો
આમ કહીને બંને નીકળવા જાય છે ત્યારે chintu તેમને રોકતા કહે છે ના…..ના …..તમે અહીં જ રહો હું મારા માણસો ને કહું છું એ તમને મદદ કરશે….
પ્રથમ : અમને તમારા પર કોઈ ભરોસો નથી આટલું કહીને બંને બહાર નીકળી જાય છે
જમુના : મેડમ, સાહેબ કોઈ કામ હોય તો જણાવશો અમે અંદર જ છીએ આમ કહીને મેનેજર અને જમુના કામ ના બહાને નીકળી જાય છે
પાછળ વાડા તરફ જઈ ને જમુના chintu ને કહે છે
જમુના : જો પેલા બંને બહાર નીકળી ગયા છે પણ આ બંને માંથી કોઈ જવું ન જોઈએ સમજ્યો…
chintu : હા એમ જ થશે
જમુના : હવે કોઈ પણ પ્રકારનીભુલ થઈ છે તો તને પણ એના હવાલે કરી દઈશ સમજ્યો
chintu : ના હવે કોઈ ભુલ નહી થાય મને માફ કરી દો…
જમુના : ઠીક છે.. ઠીક છે.. જા કામ પતાવ ફટાફટ પેલાં બહાર ગયાં છે એમને ઠેકાણે પાડ…એ પોલિસે ના પહોંચવા જોઈએ
chintu (માથું નમાવીને ) : જી…. એમ જ થશે
*******************************************
કબીર : રીલ તું જમી લે પછી આપણે રૂમ તરફ જઈએ…
રીલ :હા, તુ પણ ચાલ
કબીર :ના મને ભુખ નથી…
રીલ : કબીર ,આમ હારવા થી કંઈ નથી થવાનું આપણા દોસ્તો ને શોધવા આપણે તો સ્ટ્રોંગ રહેવું પડશે ને…. આમ ને આમ બપોર ના બે વાગ્યા..
*******************************************
આ બાજુએ અભી અને પ્રથમ જઈ રહ્યાં હોય છે ત્યારે ગાડી કાબુ ગુમાવતા સામે એક ઝાડ સાથે અથડાતાં અકસ્માત થાય છે.. બંને ને કોઈ ઇજા પહોંચતી નથી એટલે બંને બહાર આવે છે અને જુએ છે કે ગાડી ના ચારેય ટાયર પંચર છે..
પ્રથમ : sheet… આ કેવી રીતે possible છે… ચારેય ટાયર માં પંચર…
કબીર : આ કોઈએ જાણી જોઈને કર્યું છે આ જો અહીં ટાંચણી લાગેલી છે ….લાગે છે કોઈ આપણને આપણા મિત્રો સુધી પહોંચવા દેવા નથી માગતું….
શું અભી અને પ્રથમ તેના મિત્રો સુધી પહોંચવા પોલિસ સ્ટેશન પહોંચશે?
શું રીલ અને કબીર એકલા હોટેલ મા સેફ છે?
શું છે એ અંધારી ગલી નું રાજ?
પિયા, જીયા અને કેવિન સાથે શું થયું હશે??
જાણવા માટે વાંચતા રહેજો આગળ નો પાર્ટ……..
halfdream….. sapna