અંધારી ગલી (પાર્ટ 7)
Share:FacebookX

અંધારી ગલી (પાર્ટ 7)

       આગળ ના ભાગ 6 માં જોયું કે પિયા, જીયા ,અને  કેવિન ત્રણેય મિત્રો તે બેગ્સ અને  સૂટકેસ ભરેલી રૂમ માં તાળુ તોડી ને જાય છે  જયાં લેડીસ  અને જેન્ટસ્ નાં કપડા અને આઈડી મળે છે.  ત્યાંજ  કોઈ બહારથી  દરવાજો લોક કરી દે છે.ત્રણેય રૂમ માં જ ફસાઈ જાય છે…..

હવે આગળ,

         ત્રણેય ખુબ કોશિશ કરે છે પણ દરવાજો ખુલ્યો નહીં . તેઓ થાકી ત્યાંજ બેસી જાય છે. રૂમ અંધારી હોવાથી તેઓ ને સમય ની સચોટતા રહેતી નથી. થાકી હારીને તેઓ ત્યાંજ એક જગ્યાએ સુઈ જાય છે..

          આ બાજુએ સવાર પડતાં જ રીલ જાગી જાય છે પણ બાજુમાં પિયા કે જીયા દેખાતી નથી. તે બધીજગ્યાએ શોધી વળી પણ બંન્ને ક્યાંય મળતી નથી .તે વ્યાકુળ બની જાય છે અને જલ્દી અભી અને પ્રથમ ના રૂમતરફ જાય છે અને દરવાજો ખખડાવીને બંને ને જગાડે છે .ane પિયા અને જીયા વિશે કહે છે…

રીલ : અભી, પ્રથમ જલ્દી દરવાજો ખોલો…

અભી (દરવાજો ખોલીને) :શું પિયા સવાર સવાર મા? any problem?

રીલ : અરે પાગલ જાગ પહેલાં ઊંઘ માંથી હું રીલ છું

અભી (ઊંધ માં): sorry… sorry… હા બોલ રીલ

રીલ : પિયા અને જીયા રૂમ પર નથી..

અભી :અરે બંને બહાર જોગીંગ પર ગઈ હશે અથવા બહાર ક્યાંક હશે  જો ને સરખું…. કોલ કરી જો

રીલ : પણ બંને ના ફોન  રૂમ પર જ છે.. બંને ક્યાય પણ નથી..
ત્યાં કબીર  આવે છે…

કબીર : thank god, તમે બહાર જ  છો કેવિન રૂમ કે બાથરૂમમાં  ક્યાંય નથી તેનો ફોન પણ રૂમ પર જ છે…

રીલ : જીયા અને પિયા પણ નથી તેમના ફોન પણ રૂમ પર જ છે.

અભી : ત્રણેય સાથેજ  હશે…  આપણે ફ્રેશ થઈ જઈએ ત્યાં સુધીમાં આવી જશે

રીલ : ના અભી, મને કાલ રાત ના કિસ્સા પછી ડર લાગે છે.

કબીર : hmmm.. રીલની વાત સાચી છે. કેવિન રાત્રે પાણી પીવા જાગ્યો હતો. પછીથી મને નથી લાગતું કે રૂમ માં આવ્યો હશે..

એટલા માં પ્રથમ પણ આવી જાય છે.

પ્રથમ : અરે !! રીલ, કબીર અહીંયા શું કરો છો?

રીલ : પિયા, જીયા ,અને  કેવિન ત્રણેય ગાયબ છે તેઓના ફોન પણ રૂમ પર જ છે.તેઓ ક્યાંય નથી  ….

પ્રથમ : relax.. guys… આપણે ફ્રેશ થઈ ને જોઈએ ત્યાં સુધીમાં એ લોકો બહારથી આવી જશે… કદાચ જોગીંગ   પર ગયા હોય…

કબીર : હા, આપણે એમ જ કરીએ….. થોડી વાર માં બધાં બહાર reception પર મળીએ

**************************************************************************************

થોડી વાર પછી reception  પર પ્રથમ, અભી, રીલ, કબીર….ચારેય આવી ગયાં છે

અભી : અરે આ લોકો તો હજું સુધી ન આવ્યાં

રીલ : આપણે ફરી બધે ચેક કરીએ….

કોઈની રાડ સંભળાય છે …અને કોઈ  જનાવરની ગર્જના પણ સંભળાય છે….

કબીર (ડરતાં ડરતાં) : આ તો પેલા જંગલ જેવીજ ગર્જના છે  મને બહુ ડર લાગે છે  ક્યાંય આ ત્રણેય કોઈ મુસીબતમાં મુકાઈ ગયા નહીં હોય ને

to be continued…….

halfdream….. sapna
**************************************************************************************

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.