અંધારી ગલી (પાર્ટ – 6)
Share:FacebookX

અંધારી ગલી (પાર્ટ – 6)

આગળ નો ભાગ અંધારી ગલી 5 માં આપણે જોયું કે,  

            રીલ હોટેલ પર બેહોશ હાલતમાં મળી આવે છે ફરી એકવાર એ દરવાજો ખોલવાનો અવાજ અને દુર્ગંધ ને લીધે જીયા  અને પિયા જાગી ને તે અંધારી ગલીનું
રાજ જાણવા નિકળે છે ત્યાં  બે દરવાજા જુએ છે જેમાં એક તરફ નો દરવાજો અંદરથી બંધ હોય છે અને એક દરવાજા પર તાળું હોય છે ત્યારે કોઈ ના રડવાનો અવાજ સાંભળ્યો અને પિયા કોઈ સાથે અથડાતાં તેની રાડ નીકળી જાય છે

હવે આગળ,

        પિયા પાછળ ફરી જુએ છે તો તેની સામે કોઈ વ્યક્તિ ઉભું હતું .જીયા પણ ડરી ગઈ તે પણ પાછળ ફરી

પિયા : કોણ છે?

    [ જીયા  ટોર્ચ લાઈટ તે વ્યક્તિ તરફ ફેરવે છે. ]

      બન્નેએ જોયું તો સામે કેવિન હોય છે .

પિયા :અરે કેવુ તુ અહીં શું કરે છે…

કેવિન : હું પાણી પીવા માટે જાગેલો પણ ત્યાંજ મને કોઈ રડવાનો અવાજ સાંભળ્યો અને તે અવાજ આ તરફ થી આવી રહ્યો હતો તેથી હું જોવા આવી ગયો…. પણ અહીં આ દુર્ગંધ બહુ ભયાનક છે …

જીયા : અમે તો આ અનુભવ કાલે પણ કરેલો પણ અમારું કોઈ માનતું  જ નહોતું એટલે અમે અહીં આવ્યાં હતાં….

      ત્યાંજ કોઈ ભારે વસ્તુ પડવાનો અવાજ આવ્યો જે પેલા તાળું મારેલી રૂમ માંથી આવ્યો હતો. ત્રણેય સતર્ક બની ગયા અને ત્યાંજ સામે નો રૂમ ખોલવાનો  અવાજ આવ્યો કોઈ બહાર આવી રહ્યું હતું. ત્રણેય ત્યાંજ છુપાઈ ગયા હતા ત્યારે એ રૂમ માંથી કોઈ સ્ત્રી બહાર આવી જોયું તો એ પેલી સફેદ વસ્ત્રો વાળી જમુના હતી જેના છોકરાની  આ હોટેલ હતી….. ફરી એકવાર એ જ દુર્ગંધ છવાઈ ગઈ

કેવિન : આ અહીં શું કરે છે?

પિયા : shhhh…… ધીમે બોલ એ સાંભળી જશે…

   જમુના ના ગયા પછી ત્રણેય બહાર આવે છે.. પણ બંને દરવાજા પર તાળું હોય છે…

જીયા : હવે શું કરવું? અહીં તો લોક છે.આપણે ત્યાં અંદર કેવી રીતે  જઈશું?

પિયા : ચાલો આપણે દરવાજા પાસે જોઈએ કંઈક તો મળશે

કેવિન : let’s go guys…. be Carefull

       ત્રણેય ત્યાં દરવાજા પાસે જાય છે ..

કેવિન : જીયાભાભી  તમારી હેઅર પીન આપો …

જીયા : yes….

        અને જીયા  હેઅર પીન કાઢી ને  કેવિન ને આપે છે.કેવિન પીનથી લોક ખોલવાની ટ્રાય કરે છે પણ પેલો લોક ખુલતો નથી.

પિયા : છોડ આ લોક પેલો લોક ખોલવાની ટ્રાય કરીએ.

કેવિન : yes… you are right…..

     થોડી મહેનત પછી એ લોક  ખુલી ગયો…. અને ત્રણેય ધીરે થી રૂમ માં જાય છે

પિયા : અહીં તો  બિલકુલ ડાર્ક છે..

જીયા : અરે ટોર્ચ લાઈટ ચાલુ કર ને..

[બન્ને ટોર્ચ લાઈટ ચાલુ કરે છે. ]

           જ્યાં જુઓ ત્યાં નકરી બેગ અને સૂટકેસ જ પડેલી હોય છે બસ નકરો સામાન જ

કેવિન : what is this? આટલાં બધાં બેગ્સ!!!!!

       આગળ વધતાં કેવિન ના પગ પાસે કોઈ પસાર થઈ જાય છે. કેવિન ડરી જાય છે અને ટૉર્ચ કરે છે તો એક મોટી બીલાડી હોય છે જે સામાન પર આમતેમ દોડાદોડી કરી રહી હતી.. ત્યાંજ ત્રણેય એક  નીચે પડેલી બેગ પાસે પહોંચ્યા… બેગ પર થી લાગતું હતું કે તે કોઈ સોલ્જરની  હશે.

કેવિન : આ બેગ જ ત્યાં ઉપરથી નીચે પડી લાગે છે  જેનો અવાજ આપણે સાંભળ્યો હતો.

પિયા : ચાલો આપણે જોઈએ તો ખરા આ બેગ્સ અને સૂટકેસોમાં છે  શું

       બેગ ખોલતાં તેમાંથી કોઈ માણસ ના કેટલાક કપડાં અને એક પર્સ મળે છે… જીયા પર્સ ખોલે છે તો તેમાંથી કેટલાક કાગળો અને એક આઈડી કાર્ડ મળે છે. ટૉર્ચ  કરતાં  જીયા  રડતાં રડતાં કહે છે …અરે આ તો મારા અંકલ નું આઈડી છે જે મિલિટરી માં હતાં…

કેવિન : હતાં મતલબ??

જીયા : મતલબ હમણાં બે મહિના પહેલાં તેઓ પોતાની ટીમ સાથે આ બાજુએ ક્યાંક ફરવાં આવેલા થોડા દિવસો પહેલાં જ ન્યુઝ પેપરમાં હતું કે તે આખી ટીમ અચાનક ક્યાંક ગુમ થઈ ગઈ છે.

પિયા : સરખું જો આઈડી

જીયા : અરે હું મારા અંકલ ઓળખવામાં થોડી ભુલ કરું આ એજ છે

કેવિન : ચાલો બીજા બધાં બેગ્સ ચેક કરીએ..

પિયા : yes.. let’s go

    તેઓ બધાં બેગ્સ ચેક કરે છે  બધામાં કપડા કોઈ લેડી ના તો કોઈ જેન્ટસ્  ના અને કોઈ આઈડી,પાસપોર્ટ ને કોસ્મેટિકસ  બધી વસ્તુઓ મળે છે બધાં ડરી જાય છે કે આ બધું શું છે…. ત્યાંજ દરવાજો અથડાવાનો અવાજ આવ્યો  ત્રણેય દરવાજા તરફ ભાગ્યા પણ કોઈએ બહારથી બંધ કરી દીધો હોય તેમ લાગ્યું… દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ ખુલ્યો નહી.

જીયા : હવે શું કરીશું? આપણે બહાર કેમ જઈશું? મને બહુ ડર લાગે છે

પિયા : relax… જીયા ! આ નક્કી પેલાં મેનેજર અને જમુના નું  જ કામ છે .

કેવિન : આપણે બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધીએ  આમ રડવા થી કાઈ નહી થાય આપણે આપણા દોસ્તો ને પણ બચાવવા ના છે…

શું થશે આગળ?
ત્રણેય બહાર કેમ આવશે?
શું તેઓ તેમના મિત્રો ને બચાવી શકશે?
શું છે આ અંધારી ગલી  નું રાજ?
જાણવા માટે વાચતાં રહો અંધારી ગલી ……..

to be continued……

halfdream…… sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.