આપણે આગળ જોયું કે રીલ નો કોઈ પતો નથી લાગતો ત્યાં કોઈ ભયાનક અવાજ આવે છે બધાં ડરી જાય છે . અભી હોટેલ પાછા ફરવાનું કહે છે. બધાને રીલ ની ચિંતા થાય છે.
હવે આગળ,
મન ન હોવા છતાં બધાં ગર્જના કરતાં વિરુધ્ધ દિશા તરફ જ્યાં ગાડી હતી ત્યાં ભાગ્યા જઈ ને ગાડી માં બેસી ગયા. અને ગાડી હોટેલ તરફ આગળ દોડાવી મુકી.
જીયા : હવે શું કરવું?
પ્રથમ :આપણે પોલીસને ફરિયાદ નોંધાવી જોઈએ …
કેવિન : પણ પોલીસ ચોવીસ કલાક પહેલા કોઈ ફરીયાદ નહીં નોંધે.
પિયા : [રડતાં રડતાં ] ફ્રેન્ડસ અહીં કઈક તો ગડબડ છે….
અભી : પિયા તું ખોટા વહેમ ના કર એવું કંઈ નથી અત્યારે આપણુ હોટેલ પહોંચવું જરુર છે.
બધાં હોટેલ પહોંચ્યા પણ આ શું? બધાં અંદરગયા ત્યાં આગળ સોફા પર રીલ બેહોશ હાલતમાં પડી હતી તેના હાથમાં, માથા પર ઘા હતાં .બધાં ડરી ગયા… કવિને જઈ ને રીલ ને જગાડવાની કોશિશ કરી પણ કોઈ સફળતા ના મળી
પિયા : Thnkgod….રીલ મળી ગઈ…
જીયા : પણ એ તો આપણી સાથે ત્યાં ટ્રેકિંગ સાઈટ હતી તો અહીં કેવી રીતે પહોચી?
અભી : હવે તો એ હોશ માં આવે પછી ખબર પડે …
પિયા : અરે!! આ જુઓ તો આ રીલ ના હાથ પર આ કેવું નિશાન છે.
કેવિન : આ તો કોઈએ ઇન્જેક્શન આપ્યું હોય એવું લાગે છે..
પ્રથમ : આપણે ડૉક્ટર ને બોલાવવા જોઈએ..
પિયા : જોયું આપણે આવ્યા ને બે દિવસ થયાં પણ હજુ કોઈ આ હોટેલ મા દેખાતું નથી આપણે જ્યારે આવીએ ત્યારે અહીં કોઈ હાજર પણ નથી હોતું કંઈ તો છે અહીં..અને પેલી ગલી પે.. પે…પેલી અંધારી ગલી…કંઈક તો રાજ છે જ..
જીયા : હા પિયા સાચું કહે છે…મે પણ રાત્રે અવાજો સાંભળ્યા હતાં અને ગંદી વાસ જાણે કોઈ ઘણી બધી બોડીઓ સડી ગઈ હોય તેવું લાગે…
અભી : ohhh!!!! stop it guys… શું બકવાસ કરો છો અત્યારે રીલ ને સંભાળવાની છે ખોટા બકવાસ ના કરો તમે ડરી અને થાકી ગયાં છો…
પ્રથમ : પહેલાં આપણે પેલા મેનેજર ને શોધો તેની પાસે થી ડોક્ટર નો કોન્ટેક્ટ મેળવીએ…
બધાં આમતેમ શોધવા લાગે છે . chintu….. chintu… chintu…
ત્યાંજ chintu દોડતો આવે છે .પણ બધાંતેને જોઈ ને આભા બની ગયા કેમકે તેના જમણા હાથની આંગળી પર લોહી લાગેલૂ હતું
પિયા : આ શું છે ??હાથ પર
chintu : [ડઘાઈ ને ]ના…. ના કાઈ નથી એ તો હું ડિનર કરતો હતો ને તો ચટણી લાગેલી છે અને એમ કહીને હાથ લુંછી નાખે છે
ત્યાં રીલ હોશ માં આવે છે પણ કમજોરી ને લીધે ફરી બેહોશ થઈ જાય છે….
પ્રથમ : આપણે રીલ ને રૂમ માં લઈ જવી જોઈએ… બધાં રૂમ પર જાય છે.. પણ કબીર ત્યાં જ ઉભો રહી ને ડોક્ટર ને કોલ કરે છે પણ કોઈ કોલ લાગતો જ નથી અને પરેશાની થી ત્યાંજ ઉભો રહી જાય છે .પ્રથમ બહાર આવે છે ……
પ્રથમ : ડોક્ટર આવે છે કે નહી ?
કબીર : no…. કોઈ કોલ જ નથી લાગતો
પ્રથમ : મોબાઈલમાં કર ને
કબીર : ટાવર જ નથી ….
ત્યાંજ પિયા બહાર આવે છે ..જલ્દી ચાલો રીલને હોશ આવી ગયો છે .
[બધાં અંદર જાય છે]
જીયા રીલ ને પુછવાની ટ્રાય કરે છે.. તું ક્યાં ગયેલી?? અહીં કેવી રીતે પહોચી… પણ રીલ કઈ પણ બોલતી નથી
અભી : અત્યારે રીલ ને આરામ કરવા દો …
પિયા રીલ ના ઘા પર દવા લગાડે છે… અને પાણી પીવડાવી ને બધાંને પોતપોતાની રૂમ પર જવા કહે છે .
અભી :અમે રૂમ પર જ છીએ કોઈ જરુર હોય તો બોલાઈ લેજે …
બધાં પોતપોતાની રૂમ પર જાય છે
સાંજ ના આઠ વાગ્યે કબીર બધાં ને કોલ કરી ને નીચે ડીનર માટે બોલાવે છે… રીલ પણ આવે છે ..પણ કોઈ કંઈ બોલતા નથી એકબીજાને good night કહીને બધાં પોતપોતાના રૂમ પર જતાં રહે છે… થાક અને ટેન્શન ને કારણે બધાં સુઈ જાય છે
રાત્રી ના 2:30 વાગ્યે ફરી થી એવો જ દરવાજો ખોલવાનો અવાજ અને ફરી એ જ ખરાબ વાસ ફરીથી જીયા ની કાચી ઉંઘ ઉડી જાય છે. સાથે પિયા પણ જાગી ગઈ બંને એકબીજા સાથે અવાજ અને વાસ વિશે વાત કરી પોતે જાતે જઈ ને આ અંધારી ગલી નું રહસ્ય જાણવાનું નકકી કર્યુ. રીલ સારી રીતે ઊંધેલી હોય છે. બંને ટોર્ચ લાઈટ લઈ ને એ અંધારી ગલી તરફ નિકળી પડે છે ધીમે ધીમે ડરતાં ડરતાં બંને અંધારી ગલી પાસે પહોંચી ગઈ તેની સાથેજ પેલી વાસ વધુ ને વધુ આવવા લાગે છે જુએ છે તો તે ગલી માં બે જ દરવાજા હોય છે જેમાં એક તરફ ના દરવાજા પર તાળું હોય છે અને બીજો દરવાજો અંદર થી બંધ હતો ત્યાંજ કોઈ નો રડવાંનો ભયાનક અવાજ આવે છે. બંને તે દરવાજા પાસે નજીક જાય છે ત્યાં પિયા કોઈ સાથે અથડાય છે અને તેની ચીખ નીકળી ગઈ….
to be continued……..
halfdream….. sapna