આગળનાં ભાગ માં જોયું કે અજીબ દેખાતો મેનેજર – અંધારી ગલીથી દૂર રહેવાની ચેતવણી – બધાંનું રૂમ પહોંચવું -ભયાનક અવાજ -પિયાની ઊંઘ ઊડી જવી -અજીબ અહેસાસ
હવે આગળ ,
હજું પિયા સુવા માટે તૈયાર થઈ ત્યાં તેણે બહાર કૂતરાઓ નો રડવાનો અવાજ સાંભળ્યો તે ડરી ગઈ થોડી વાર માં એક અજીબ શાંતી છવાઈ ગઈ અને પિયા તરત જ સુઈ ગઈ પણ હજું તેને ખરાબ વિચારો આવતાં હતાં. આખરે ઊંઘ જીતી ગઈ અને તે ઊંડી નિંદ્રામાં સુઈ ગઈ.સવારે સૌથી પહેલાં કેવિન જાગ્યો .જોયું તો કબીર ઊંઘી રહ્યો હતો .તેણે એક પછી એક બધાં ને જગાડ્યાં ફ્રેશ થઈ ને બધાં આગળ રિસેપ્શન પર ભેગા થયા પણ જોયું તો ત્યાં કોઈ હાજર ન હતું પિયા થોડી નર્વસ હતી. આ બાજુમાં જીયાની પણ એ જ હાલત હતી. પણ કોઈ કોઈને જણાવતા ન હતું. બધાં ત્યાંજ સોફા પર બેસીને કોઈ આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. લગભગ અડધો કલાક થઈ ગયો કોઈ ન આવ્યું ત્યાંજ જીયા ને કોઈ ના ગીત ગાવાનો અવાજ સાંભળવા લાગ્યો અવાજ માં ખુબજ પીડા હતી જાણે કોઈ રડી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું હતું. આ વખતે આ અવાજ પિયા એ પણ સાંભળ્યો હતો .કેમકે બંને એ બાજુમાં જ બેઠેલી હતી. પણ બંને કઈ બોલ્યાં નહી.
કોઈ ના આવવાનો અવાજ આવ્યો. જોયું તો રાત વાળો અજીબ દેખાતો મેનેજર હતો. આખરે બધાં ને હાશકારો થયો.કબીરે ઠપકો આપતાં કહ્યું કેમ મોડું થયું. ક્યારના બેઠા છીએ. અભી એ કબીર ને શાંત પાડી ને તે મેનેજર પાસે ગયો અને બધાં માટે breakfast ની સગવડ કરી. બધાં ગપ્પા મારતાં મારતાં breakfast કરતાં હતાં ત્યારે અભી ઉભો થયો અને પેલાં chintu ને કંઈક પુછવાં લાગ્યો .હજું chintu ગડમથલ માં હતો તે જવાબ આપે ત્યાં સામેથી પેલી ગઈકાલ વાળી સ્ત્રી આવી બધાં ને આશ્ચર્ય થયું. ત્યાં કબીર બોલ્યો તમે તો કાલે બહાર હતાં ને તમે અંદરથી કેમ આવ્યાં.પેલી સ્ત્રી વાત પલટાવતા અભી સામે જોઈ બોલી અરે સાહેબ તમે બેસો ને નાસ્તો કરો ને મે સાંજે કહ્યું હતું ને આ મારા દિકરા ની હોટેલ છે.
આ chintu અહીં મેનેજર છે. મારો દિકરો શહેર બહાર ગયો છે. આમ કહીને તે ત્યાંજ બેસી ગઈ ત્યાંજ કબીરે ફરી સવાલ કર્યો અહીં કેમ બીજું કોઈ નથી આવ્યાં ત્યારથી અમે જ દેખાઈ રહ્યાં હોય તેમ લાગે છે ત્યાં તે chintu બોલ્યો એવું નથી actully ગઈકાલે તમે આવ્યાં તે પહેલાં જ મોટા ભાગના લોકો જતાં રહ્યાં હતાં.અભી બધાને કહ્યું જલ્દી કરો આપણે અહીં થી 2km દુર એક જગ્યાએ ટ્રેકીંગ માટે જવાનું છે .
બધાં ખુશ થઈ પોતાના રૂમ પર સામાન લેવા ગયાં. અને લગભગ બધાં નવ વાગ્યે નીચે આવી ગયાં હતાં ગાડી તો એ પોતાની લાવેલા જેથી વાહન બાંધવાની કોઈ જરૂર ન હતી .પિયા જીન્સ ટોપ માં સુંદર દેખાતી હતી.અભી તેને જોઈ ને જોતો જ રહી ગયો ત્યાં કવિને પાછળથી ટાપલી મારી ને અભી નું ધ્યાન તોડયું .અને મજાકથી કહેવા લાગ્યો ભાઈ બસ બસ ચાંદ ને નજર લાવી જશે. અભી થોડો શરમાઈ ગયો.અને કેવિન ને મુક્કો માર્યો. બધાં પહોંચી ગયા હતા હવે ગાડી માં સામાન મુકતાં જીયાનો પગ લપસી જતાં પડવાની હતી ત્યાં કબીરે તેને પકડી લીધી. ત્યાં પાછળ થી કેવિન અને પ્રથમ આવી ને બોલ્યાં ઓહોહો….. બીજી લવ સ્ટોરી ચાલું કેવિન બોલ્યો ભાભી વાગ્યું નથી ને કેવિન નું જીયા ને ભાભી કહેવું જાયજ હતું આખરે કબીર અને જીયા ની સગાઈ થઈ ગઈ હતી. આગલા વર્ષે બંને ના લગ્ન હતાં . બધાં એ સામાન મુક્યો અને ગાડી માં હતાં. પણ એક ખુણે થી પેલો બટકો મેનેજર આ બધાં ને છુપાઈ ને જોઈ રહ્યો હતો. અને જાણે મન માં કંઈક બબડી રહ્યો હતો .ત્યાં જ પેલી સ્ત્રી આવી ને ઠપકો આપ્યો કે તારાથી એક કામ સીધું નથી થતું. જા આ લોકો આવે પહેલાં બાકી નું કામ પતાવ જોજે તેને ગુસ્સો ન આવો જોઈએ જા જલ્દી……
અને ગાડી સ્ટાર્ટ કરી બધાં નીકળી પડ્યાં. ડ્રાઈવિંગ કબીર કરતો હતો બાજુમાં જીયા બેઠી હતી. પાછળ કેવિન, પ્રથમ, અને રીલ બેઠા હતાં.અને તેની પાછળની સીટ પર અભી અને પિયા એકલા બેઠાં હતાં આ આઈડીયા રીલ નો જ હતો.બધાં મસ્તી કરતાં કરતાં જઈ રહ્યાં હતાં ત્યાં પિયા ને લાગ્યું કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે.પણ બાજુ માં અભી હોવાને કારણે તે અભી માં ખોવાઈ જાય છે. ત્યાં જીયા બોલે છે see guys how a beautiful scene… બધાં બહાર જુએ છે ખરેખર very beautiful અભી પિયાની સામે જોઈ ને બોલે છે પિયા શરમાઈ ને બહાર જોવા લાગે છે amazing what a hill and sun, and flowers વાહ!!આ જોવા તો અહીં આવ્યાં છીએ.રીલે કહ્યું પ્રથમ મજાક ઉડાવતા કહ્યું ohh really!!!!! ગાડી રોકાઈ બધાં પહોંચી ગયા એ સ્થળે જ્યાંથી ટ્રેક ચાલું કરવાની હતી. થોડો નાસ્તો -પાણી લઈ ને બધાં એ આજની સફર ચાલું કરી…
શું હશે આ સ્ત્રી અને મેનેજર નું રાજ??
પેલી ત્રીજી વ્યક્તિ કોણ હશે??
ક્યાં સુધી લઈ જશે આ સફર બધાં મિત્રો ને
આપણી સફર પણ ચાલું રહેશે આવતાં અંકે…
To be continued………..
halfdream….. sapna