આગળ જોયું કે અભી, કબીર ,પ્રથમ, પિયા, કેવિન, રીલ, અને જીયા આ સાતેય ફ્રેન્ડસ વેકેશનમાં ફરવાનું પ્લાન કરે છે એક્ઝામ પુરી થતાં જ સાંજે ગાડી માં નીકળી પડે છે. પણ કોઈ હોટેલ માં રૂમ મળતાં નથી એક અજાણી સ્ત્રી તેમને તેના છોકરાની હોટેલ બતાવે છે બધાજ ત્યાં પહોંચીને હોટેલ જોઈ ને અચંબીત થઈ જાય છે .
હવે આગળ,
બધાં હોટેલ જોઈ ને આભા બની ગયા હતાં.ત્યાં જ અભી બોલ્યો પણ અહીં તો કોઈ નથી. બધાં આમતેમ શોધવાં લાગે છે ત્યાં જીયા શોધતાં શોધતાં એક ખુણે પહોંચી ગઈ જ્યાં તેને કોઈ નો કણસવાં નો અવાજ આવતો હોય તેમ લાગી રહ્યું હતું .તે હજું આગળ વધવા જાય ત્યાં જ પાછળ થી જીયા કોઈ એ સાદ પાડ્યો તે પાછળ ફરી તો કબીર હતો.
કબીર : જીયા ત્યાં શું કરે છે?come here…. આ જો
જીયા :હા !!!
ત્યાંજ બધાં ની સામે એક બટકો માણસ હોય છે એની આંખો લાલઘૂમ હતી, નાક પણ સહેજ લાંબુ હતું, અને બ્લેક કોટ પહેર્યો હતો વામન હોવાને પરિણામે થોડો અજીબ દેખાતો હતો આવી ને બધાં ને પુછે છે હેલો excuse me… can i help you? બધાં તેને જોઈ ને ચોંકી જાય છે તે માણસ કહે છે l am chintu, menager of this hotel, can i help you sir???
કેવિન ને એ માણસ જોઈ ને હાસ્ય આવી જાય છે પાછળ રીલ, કબીર, પ્રથમ પણ હસે છે પણ પિયા બધાં ને ઈશારો કરી ને ચૂપ રહેવાનું કહે છે. પછી અભી આગળ આવીને રૂમ ત્રણ બુક કરાવે છે .અને chintu પાસેથી ચાવી લે છે. અભી એક ચાવી પ્રથમ અને એક ચાવી પિયા ને aape છે. બધાં અંદર જવાની તૈયારીમાં જ હોય છે ત્યાંજ chintu બધાને કડકાઈ ભર્યાં શબ્દો માં કહે છે કોઈએ જમણી તરફ ની ગલી માં ના જવું.અને ત્યાંથી નિકળી જાય છે બધાં આગળ વધવા લાગ્યાં ત્યાં ખરેખર જમણી તરફ એક ગલી હતી જોતાં જ થોડી અજીબ દેખાતી હતી.ત્યાં જ બધાને એ ગલી તરફ કોઈ ગંદી વાસ આવી બધાં ત્યાંજ ઊભા રહી ગયા ત્યાં અભી એ બધાં ને રૂમ તરફ જવાનું કહ્યું અને પેલાં chintu ની વાત યાદ કરાવી. બધાં ત્યાંથી આગળ વધવા લાગ્યાં જીયા પાછળ હતી તેને ફરીથી કોઈ અવાજો સંભળાયા તે ત્યાંજ રોકાઈ ગઈ કબીરે તેને બોલાવી તે સ્વસ્થ થઈ ને બધાં સાથે જોડાઈ ગઈ.
બધાં નંબર શોધી ને પોતપોતાના રૂમ માં દાખલ થયાં એક રૂમ માં કેવિન અને કબીર બંને ભાઈઓ
બીજા રૂમ માં અભી અને પ્રથમ તથા તેની સામેનો રૂમ પિયા, રીલ અને જીયા નો હતો. બધાં એક પછી એક ફ્રેશ થઈ ગયા અને બધાં થાક ને લીધે ફટાફટ સુઈ ગયા પણ જીયા ને થોડાં ખરાબ અનુભવો પછી ઊંઘઆવતી નહોતી પણ થાકને કારણે તે પણ સુઈ ગઈ .
લગભગ રાત ના બાર વાગ્યાં હતાં. શિયાળાની ઋતુ હોવાથી ઠંડી હવા પ્રસરી ગઈ હતી.બધાં ગાઢ નિંદ્રામાં હતાં ત્યાં જ દરવાજો ખખડવાંનો અવાજ આવ્યો જાણે કોઈ એ તાળું ખોલ્યું હોય તેમ જણાઈ રહ્યું હતું ત્યાંજ અવાજ સાંભળીને પિયા ની ઉંઘ ઉડી ગઈ .ત્યાં એકવાર ફરીથી પહેલાં જેવી ખરાબ વાસ હવા સાથે નીકળી ગઈ .
શું હશે એ અંધારી ગલીનું રાજ? કેમ જીયા નું મન શક કરી રહ્યું હતું?? જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ.
To be continued….
halfdream….. sapna