અંધારી ગલી ( પાર્ટ 10)
Share:FacebookX

અંધારી ગલી ( પાર્ટ 10)

           આગળ ના ભાગમાં ગઈકાલે વાંચ્યું કે હોટેલ પર એકલા રહેલા રીલ અને કબીર પણ હોટેલ મેનેજર chintu અને જમુના નો શિકાર બની ગયા છે અને કેવિન  ને હોશ આવી ગયો છે પણ તે પોતાને કોઈ ગુફા માં જુએ છે .તે કોઈ માનવભક્ષી રાક્ષસમાનવ જુએ છે…….

      શું હશે આ રાક્ષસમાનવ અને ગુફા તથા chintu અને જમુના નું કનેકશન??

  જોઈએ આગળ,

             અભી અને પ્રથમ રસ્તા પર કોઈ મદદ માટે રાહ જુએ છે. ત્યાંજ પાછળ થી કોઈ બે ગુંડાઓ તેમના પર હુમલો કરે છે તેઓ પાસે હથિયાર હોય છે ….

અભી : પ્રથમ ભાગ આપણે સામનો નહી કરી શકીએ તેઓ પાસે ધારદાર હથિયારો છે ..

બંને ખુદ ને બચાવવા જંગલ તરફ ભાગવા લાગે છે. બંને ગુંડાઓ પણ પાછળ ભાગે છે. ભાગતા ભાગતા તેઓ ને એક મોટો ખંડેર જેવી જગ્યા દેખાય છે અને બંને ત્યાંજ છુપાઈ જાય છે. અને….

અભી (ધીરે થી) : પ્રથમ આપણે આ  લોકો નો સામનો તો કરવો જ પડશે અથવા ધ્યાન ભટકાઈને દૂર જવું પડશે .આમ કેટલેક સુધી  ભાગીશું. આપણી પાસે સમય નથી. આપણે આપણા દોસ્તો ને બચાવવા માટે પોલીસ પાસે જવાનું છે..

પ્રથમ : સામનો કરવાનો સમય  નથી આપણી પાસે એમ કહીને પ્રથમ એક પત્થર લઈ ને વિરુધ્ધ દિશા તરફ ફેંકે છે

      બંને ગુંડાઓ તે બાજુમાં હલચલ જોઈ ને તે બાજુમાં જતાં રહે છે…

    પ્રથમ અને અભી ત્યાંથી દુર ભાગે છે.. એક જગ્યાએ આવી ને તેઓ ઊભા રહે છે.

પ્રથમ : ઉભો રહે અભી….. લાગે છે આપણે ગુંડાઓ થી બહુ દુર આવી ગયાં છીએ… અને હું બહુ થાકી ગયો છું પણ આ કઈ જગ્યાએ પહોંચી ગયા ?

અભી : યાર… અહીં તો આપણે કોઈ ને ઓળખતા પણ નથી .તો પછી આ બધું શું છે ?…

બંને થાકી ને ઉભા છે

અભી : શાંત…. જો આસપાસ કોઈ પાણી વહેતું હોય તેવો અવાજ આવે છે. ચાલ એ બાજું જઈએ  કદાચ આપણે રસ્તા સુધી પહોંચી જઈશું…
     બંને જણા અવાજ તરફ ચાલવા લાગે છે  અને તેઓ એક ઝરણાં   પાસે પહોંચી જાય છે .

અભી (ફોન માં જોઈને) : પ્રથમ ત્રણ વાગી ગયાં બહુ મોડું થયું છે . જલ્દી હાથ મો ધોઈ લઈએ
    બંને આગળવધી ને હાથ મો સાફ કરે છે. ત્યાંજ… પ્રથમ ઉભો થઈ ને

પ્રથમ : અભી સામે જો આતો એજ જગ્યા છે જ્યાં આપણે કાલે આવેલા ત્યાંજ દુર થી કોઈ આવતું જણાય છે

અભી :છુપાઈ જા પેલા ગુંડાઓ તો નથી ને ….

બંને છુપાઈજાય છે અને દુર થી તે વ્યક્તિની હરકત જોવા લાગે છે  ત્યાંજ એ વ્યક્તિ ત્યાંજ ભાગતાં ભાગતાં પડી જાય છે ..

અભી :અરે આ તો બેહોશ થઈ ગયો હોય તેમ લાગે છે ચાલ આપણે જોઈએ

બંને તે વ્યક્તિની નજીક જાય છે

પ્રથમ : અરે આ….આ તો કેવિન છે .આવી હાલત મા અને અહીં ક્યાંથી??

અભી : એ તોહોશ માં આવે પછી ખબર પડે. ચાલ પહેલાં તેને પાણી પાસે લઈ જઈએ.

        અભી પાણી કેવિન ના મો પર છટકારે છે….કેવિન થોડો થોડો હોશ માં આવે છે અને પ્રથમ ખોબા વડે તેને પાણી પીવડાવી ને પુંછે છે

પ્રથમ : અલ્યા કેવિન તું અહીં કેવી રીતે ?

કેવિન : ગઈ રાત થી માંડીને અત્યાર સુધીની બધી જ વાત કહે છે… આ બધું પેલો મેનેજર અને જમુના ના કારનામા છે… આપણે આપણા ફ્રેન્ડસ ને  બચાવવાં પડશે..તેઓ નો જીવ જોખમમાં છે… પિયા, જીયા ,રીલ અને કબીર પણ તેના કેદ માં છે….. chintu અને જમુના ને આપણી જાણ થાય તે પહેલાં બધાં ને બચાવવા પડશે..

કેવિન : હું મહા મહેનતે પહેલા રાક્ષસમાનવ થી બચી ને બહાર આવ્યો છું

પ્રથમ : ગઈકાલે એ ગર્જના એ રાક્ષસની  j હસે..

અભી : હવે એ બંનેના કારનામાઓ અને આજાનવર નોનો અંત નજીક છે.. ચાલો આપણે કોઈ મદદ માટે  રસ્તા સુધી જઈએ …કોઈ વાહનની  મદદ થી પોલીસ સ્ટેશનમાં પહોંચીએ…

કેવિન : હા જલ્દી, એ રાક્ષસ આપણા મિત્રો સુધી પહોંચે એ પહેલાં તેને કેદ કરાવવો પડશે…

ત્રણેય ત્યાંથી હાઇવે સુધી પહોંચી જાય છે અને રસ્તા પર તેમને એક ગાડી માં લિફ્ટ મળી જાય છે…

*******************************************

આ બાજુએ  જમુના અને કેવિન બંને ખુશ થાય છે..

જમુના : ચાલો આ બંને ને પણ પહોંચાડી દીધાં… બસ હવે પેલાં પોલિસ સ્ટેશન વાલા છોકરાઓ ને અહીં લાવવાના છે..

( chintu ની ફોન રીંગ વાગે છે……)

chintu : હા બોલ, કામ થઈ ગયું??……. શું કહે છે… જલ્દી પકડો એમને… જો એ બંને ભાગી ગયાને તો તમને બંને ને એમના ઠેકાણે મુકી દઈશ… ચાલ ફોન મુકી દે હવે ….

chintu : જમુના મેડમ, પેલાં બંને છોકરાઓ ભાગી છુટયાં છે…

જમુના (ગુસ્સે થઈને) : અરે… બેવકૂફ તું જાણે છે આનો અંજામ હવે પેલાં ચારેય ને જીવતાં નહીં રાખી શકાય…. ચાલ જલ્દી…

પિયા અને જીયા ને હોશ આવી જાય છે તેઓ પણ કેવિન માફક પોતાને બાંધેલા અનુભવે છે…

પિયા : આહ….આંખો ખોલે છે

જીયા પણ જાગી જાય છે…

જીયા: પિયા આપણે અહીંયા કેમ? અને આ કઈ જગ્યા છે ?

પિયા : are you ok?? મને પણ કંઈ નથી સમજાતું
આ બાજુ  છોકરો ને  છોકરી કોણ છે માં કોણ છે  અને… અને… આટલી બધી વાસ મારાથી તો શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે… આટલાં બધાં કંકાલ અને આતો લોહી લાગે છે

જીયા : મને લાગે છે આપણે કોઈ મોટી આફત માં છીએ

પિયા : આપણે પહેલાં ખુદ ને બંધન માંથી  છુટવું પડશે ચાલ એકબીજાની  હેલ્પ કરીએ…

બંને એકબીજાને  આઝાદ કરાવે છે …અને બેહોશ પડેલ પેલાં છોકરા છોકરી નજીક જાય છે…

પિયા : અરે….. આ તો કબીર અને રીલ છે

બંને તેમને  ખોલે છે . અને હોશ માં લાવવા ટ્રાય કરે છે… પણ કોઈ જાગૃત થતું નથી…

જીયા : shh…. લાગે છે કોઈ આવી રહ્યું છે ….મોટા મોટા પગલાંઓ ની આહટ આવે છે …

બંને સામે પેલાં રાક્ષસમાનવ ને જોઈ ને ડરી ને ધ્રુજવા લાગે છે…

પિયા :aaa. આ…. aaa… ભયાનક જનાવર કોણ છે??

  બંને ઉભી થાય છે રીલ અને કબીર ને બચાવવા માટે કોશિશ કરે છે પણ પેલો રાક્ષસ રીલ ને કબીર ને ઉઠાવી લે છે… બંને ભાગવા જાય ત્યાં પાછળ થી chintu અને જમુના પણ આવી જાય છે….

શું બધાં મિત્રો બચી શકશે?
કેમ જમુના અને chintu ને રાક્ષસમાનવ થી કોઈ ભય નથી?
તેઓ શું કામ માસુમ માણસો ને મૃત્યુ સુધી લઈ જઈ રહ્યાં છે?
અભી, પ્રથમ અને કેવિન હજુ પણ સલામત છે ?

to be continued…….

halfdream….. sapna…

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.