હાજર છું ફરી એક વાર એક હોરર સ્ટોરી લઈ ને આજની આ સ્ટોરી કેવી લાગી જરૂર જણાવશો .
અભી, કબીર, પ્રથમ, પિયા, કેવિન, રીલ ,અને જીયા આ બધાં મિત્રો આજે બહુ ખુશ હતાં. કેમકે આજે ફાઈનલ એક્ઝામ નો આજે છેલ્લો દિવસ હતો બધાં વેકેશન દરમિયાન ફરવાં જવા માટે પ્લાન અગાઉ જ નક્કી કરી લીધો હતો કબીર અને કેવિન બંને જોડયા ભાઈ હતાં. બધાં એ મહારાષ્ટ્ર માં એક પ્રાકૃતિક સ્થળે જવાનું નક્કી કર્યું હતું બધાં એક્ઝામ પતાવી સાંજે ચાર વાગ્યા નજીક અભી ના ઘરે પહોંચી ગયા હતા કેમકે અભી ની મોટી ગાડી લઈ ને જવાના હતાં.આખરે તેઓ પાંચ વાગ્યા સુધીમાં નીકળી ગયા પરંતુ ઉતાવળ માં કોઈ હોટેલ બુક કરાવવાનું ભૂલી જાય છે અને આ વાત ની ખબર તેમને એ જગ્યાએ પહોંચી ને ખબર પડે છે.
બધી હોટલ ફર્યાં પણ ક્યાંય રૂમ ખાલી ન હતી ના જ હોય ને આખરે પિયા એ છણકો કર્યો આખરે રાતના સાડા દસ થયાં છે. શીન કહે છે હવે શું કરીશું?? છેલ્લે નક્કી કરવામાં આવ્યું કે રાત અહીં ગાડી માં જ પસાર કરવામાં આવે અને સવારે કોઈ હોટેલ શોધવાની બધાં નાસ્તો કરીને ત્યાં ગાડી માં જ સુવાની તૈયારી કરવા લાગ્યાં
ત્યાં જ સામેથી સામેથી તેમને કોઈ આવતું જણાયું નજીક આવી ત્યારે ખબર પડી કે તે કોઈ સ્ત્રી હતી જેણે એક સફેદ રંગની સાડી પહેરી હતી .તેને નજીક આવી ને ગાડીનો
કાચ ખખડાવ્યો. કેવિન ડ્રાઈવિંગ સીટ પર હતો તેણે કાચ ખોલ્યો.
સ્ત્રી : કોણ છો? અહીં કેમ ઊભા છો? કોઈ પરેશાની તો નથી ને ?
એકસાથે ઘણાં પ્રશ્નો પુછી લીધાં પ્રથમ તો તેનો બિહામણો ચહેરો, ખુલ્લા વાળસફેદ વસ્ત્રો જોઈ ને ડરી ગયો હતો કેમકે અંધારામાં થોડું વધારે બિહામણું લાગી રહ્યું હતું અને એ પણ અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા એકસાથે પ્રશ્નો પરંતુ અભી મજબૂત હતો તે એમ ડરે એવો નહોતો તેણે આખી ઘટના જણાવી તો એ સ્ત્રી એ પ્રથમ સામે નજર કરતાં કહ્યું અરે એમાં ડરવાની શી જરૂર છે અહીં થી આગળ ડાબી બાજુએ મારા છોકરાની જ હોટેલ છે. જ્યાં રૂમો પણ ખાલી છે તમે ત્યાં જતાં રહો બધાં ના મોઢા પર ખુશી છવાઈ ગઈ .છોકરીઓ તો ડરી ગઈ હતી પરંતુ તેઓને હવે થોડો હાશકારો થયો. બધાં એ તે સ્ત્રી નો આભાર વ્યક્ત કર્યો અને પછી અભી એ ગાડી હાંકી મુકી પેલી સ્ત્રી નાં કહેલ રસ્તા પર ગાડી નીકળી ગઈ.
પેલી સ્ત્રી હજું ત્યાં જ ઉભી હતી અને ગાડી સામે એક અજીબ હાસ્ય કરી રહી હતી. પણ જીયા ને અજીબ લાગી રહ્યું હતું અને તેણે પાછળ ફરી ને જોયું તો એ સ્ત્રી હજું સુધી ગાડી ને તાકી રહી હતી તેણે પેલી સ્ત્રીનું અજીબ હાસ્ય જોયું હવે જીયા નાં મન માં શંકાઓ એ ઘર કરી લીધું હતું ગાડી એ સ્ત્રી ના કહ્યાંપ્રમાણે ડાબી તરફ આગળ વળી હવે તે સ્ત્રી દેખાતી ન હતી.
થોડું આગળ વધતાં સામે એક ખુબ જુની એવી હોટેલ દેખાઈ આખરે બધાં હોટેલ પર પહોંચી ગયાં ત્યાં એક બોર્ડ પર હોટેલ નું નામ લખેલ હતું. “Hotel andhari gli” રીલે કહ્યું આવું કેવું અજીબ નામ છે.
ત્યાં કેવિન બોલ્યો તારે નામ થી કામ છે કે હોટેલ થી બધાં એ સામાન ઉતારી ને હોટેલ ના મેઈન ડોર તરફ ગયાં અંદર પ્રવેશતા જ બધાં અચંબીત થઈ ગયા નામ અને દેખાવ કરતાં બિલકુલ વિપરીત હતું જાણે કોઈ મહારાજા નો આલીશાન મહેલ જ જોઈ લો .
To be continued…….
શું થશે આગળ??તે રહસ્ય જાણવા વાંચતા રહો આગળ નો ભાગ
halfdream….. sapna