અંતરમુખી
Share:FacebookX

અંતરમુખી

       જમાનો બદલાઈ ગયો છે 21મી સદી ચાલી રહી છે પરંતુ હજુ પણ મનુષ્યનું મન અંતરમુખી જ રહ્યું છે. બહારથી ભલે પહેરવેશ અને મેકઅપ લગાવીને 21 મી સદીનો જાગૃત વ્યક્તિ હોવાનો ઢોંગ રચે પરંતુ અંદરથી મન તો હજુ પણ એ 200 વર્ષ પહેલાંનો જ છે. હજુ અડધા જ મન બદલાયા છે. સંપૂર્ણ મન બદલાશે ને ત્યાં તો મને લાગે છે કે આ દુનિયા જ ખતમ થઈ જશે.મારા એક વાતના અનુભવ પરથી મને  આ વસ્તુ લખવાનું મન થયું.

         થોડા સમય પહેલા હું ગાયનેકોલોજિસ્ટ પાસે ગઈ હતી. મેં મારી ફાઈલ રિસેપ્શન પર આપી દીધી હતી પરંતુ ટ્રાફિક હોવાને કારણે મારે બહાર વેઇટિંગ એરિયામાં વેઇટિંગ કરવાનું હતું. હું ફાઈલ આપીને ખાલી જગ્યા શોધીને ખુરશી પર બેઠી. એટલી જ વારમાં બીજી કોઈ લેડી આવીને મારી બાજુમાં બેઠી  થોડીવાર તો અજાણ્યા હોવાને કારણે અમે લોકોએ કોઈ વાત કરી નહીં. મને તેના સ્વભાવ પરથી લાગ્યો કે આ સ્ત્રી ઘણી ટોકેટીવ છે અને ખરેખર તે આજુબાજુ વ્યક્તિઓ સાથે ખૂબ જ વાતો કરી રહી હતી. મારો સ્વભાવ થોડો ઉંડા છે હું જલ્દીથી કોઈની સાથે વાતો ન કરું એટલા માટે હું બેઠી બેઠી આ બધું નોટિસ કરી રહી હતી. થોડીક વાર હજુ થઈ હશે મારી આગળ હજુ ચાર પાંચ પેશન્ટ હતા અને પછી મારો વારો હતો એટલે થોડી વાર તો લાગવાની જ હતી. હું બેઠા બેઠા આ બધું વિચારી રહી હતી એટલી વારમાં તે સ્ત્રીએ મને પૂછ્યું કે તમે અહીંયા શા માટે આવ્યા છો? તમને શું પ્રોબ્લેમ છે? તેણે એક જ શ્વાસે મને બે બે પ્રશ્નો પૂછી લીધા. સ્વાભાવિક છે તેમણે મને પૂછ્યું એટલા માટે મેં પણ તેમને જવાબ આપ્યો. થોડા સમય પછી તેણે મારી સાથે બીજી વાતો કરવાની ચાલુ કરી એટલા માટે હું પણ તેની વાતોમાં ભળી ગઈ. પરંતુ સૌથી વધારે વાતો તો તે સ્ત્રી જ કરી જ રહી હતી હું તો માત્ર તેના સવાલો અને અમુક ભાવ ભાવનો જવાબ જ આપી રહી હતી. થોડા સમય પછી મને પણ મન થયું એટલા માટે મેં પણ તેમને ત્યાં હોસ્પિટલ આવવાનું કારણ પૂછી લીધું  તેણે જવાબ આપતા મને કહ્યું કે, ” તે અહીંયા હોસ્પિટલે ivf પ્રક્રિયા કરાવવા માટે આવી હતી. એટલે સ્વાભાવિક છે કે માણસના મગજમાં ivf પ્રોસેસ સાંભળીને બીજો પ્રશ્ન જરૂર આવી જાય. એટલા માટે મેં ફરીથી તેમને ivf કરાવવાનું કારણ પૂછ્યું.તો તેણે મને જે જવાબ આપ્યો તેના થી હું દંગ રહી ગઈ. કે સ્ત્રીએ મને જવાબ આપતા કહ્યું કે, ” હમણાં કોરોના કાળ પહેલા મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. હવે સંતાનમાં મારે એક દીકરી જ છે. પરંતુ તકલીફ ના કારણે મારી નેચરલ પ્રેગ્નન્સી શક્ય નથી. હમણાં થોડા સમય પહેલા અમે અહીંયા હોસ્પિટલે આવ્યા હતા ત્યારે ડોક્ટરે અમને  Ivf પ્રક્રિયા વિશે કહ્યું હતું અને એટલા જ માટે લગભગ એકાદ મહિનાથી મારી પ્રક્રિયા ચાલુ છે. ” હજુ અમારી વાતો ચાલી રહી હતી એટલી વારમાં તેની ફૂલ જેવી માસુમ દીકરી બહારથી તેના પપ્પા સાથે આવી. તે દીકરીએ જોઈને મારા મનમાં પ્રશ્ન થઈ ગયો કે કેટલીય સુંદર દીકરી છે. આવી સુંદર લક્ષ્મીને અવગણીને તેને દીકરાની લાલચ વધી છે. સંતાનમાં દીકરા માટે તે Ivf જેવી જટિલ અને ખૂબ જ પીડાદાઈ પ્રક્રિયા કરવા માટે પણ અચકાઈ નહીં. જમાનો બદલાઈ ગયો છે પરંતુ હજુ લોકો બદલાયા નથી તે લોકો તો હજુ એમ જ માને છે કે દીકરો સ્વર્ગની સીડી એ ચડાવશે પરંતુ જ્યારે એ જ દીકરો મોટો થઈને તેની વહુ સાથે મળીને તમને ઠોકર આપશે ને ત્યારે એક દીકરીની વેલ્યુ સમજમાં આવશે. સંતાનમાં એક દીકરી હોવા છતાં પણ દીકરાની લાલસા ઘણી અજબ વસ્તુ છે. ભગવાને તો અમુક લોકોના નસીબમાં વ્યંધત્વ જ લખી નાખ્યું છે. જેમને કોઈ સંતાન નથી તેને પૂછી આવો કે એક દીકરી હોવાનો પણ શું અર્થ થાય? જ્યારે દીકરો ઠોકર મારીને ઘરની બહાર કાઢી મૂકશે ને ત્યારે દીકરી જ હાથ પકડીને ઊભા કરવા આવશે. મને તો થોડી વાર માટે થયું કે હું આ સ્ત્રીને દીકરાનો મોહ છોડવા માટેનું કહી દઉં. આટલી બધી પીડા એક છોકરા માટે સહન કરવાની. ત્યાર પછીની બીજી ક્ષણે મનમાં વિચાર આવ્યો કે, મારે કોઈને કંઈ કહેવું નથી અત્યારના આ જમાનામાં માણસને સત્ય સાંભળવું નથી. અને સાચી જ વાત છે સત્ય વાત હંમેશા કડવી લાગે છે. મને મનમાં થયું કે હું આવું સત્યતાનો ભાષણ આપવા જાવ અને ઉલટાની તે સ્ત્રી  મારા ઉપર જ વરસી પડશે તો અહીંયા બે માણસો વચ્ચે હું ખરાબ લાગીશ. ઊલટાના બધા મને જ કહેવા લાગશે. કે આને શું અહીંયા આપણું ભાષણ કરવાની જરૂર છે. દીકરા દીકરીનો ભેદ સમજાવતી ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જ સારી લાગે. રીયલ લાઇફમાં એવડા મોટા મોટા ભાષણ આપવા જઈએ ને તો ઉલટાનું બધું આપણા ઉપર જ આવે. એટલા માટે મૌન રહી જવું સારું કારણ કે મારાથી સામેવાળા સાથે ઝઘડો કરીને વાત ન કરી શકાય.

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.